Saturday, 9 September 2017

સ્મરણોની હાટડી...


સ્મરણોની હાટડી ઠેલી ક્યાં ચાલવું
ઘડીનું ઘડીમાં જ, બસ! શમતું રાખવું.

યાદોની યાદમાં વહેંચાઈ, વિખેરાવવું!
મળ્યું જે અત્ર મહામૂલું એને અવગણવું?

વિગતમાંથી ખસી વહાવી દેવું ને લંઘવું,
સમેટી સ્વસ્થ આજમાં જીવવું જે આવ્યું!

વિસ્મૃતિ વરદાનને પંપાળીને પાળવું.
સમગ્ર અસ્તિત્વ ‘આ-અહીં’માં ડૂબાવવું.

મન તન આધ્યાત્મને, ગત ન ફાવતું
અજારક, પ્રતિકારક. પાછું ગુંગળાવતું!

રટણ-દ્રશ્યો નર્યા નિમંત્રણ! પુનઃ પોકારવુ?
અંતરાયો, વિઘ્નો ને પુનરાવર્તનમાં ફસાવું?

વહાવો! ઘટના, ઘડી, ઘટક, હતું જે ઘડાયું
નવી પળે નવીન ઊગવું. જીવન ઊજાળવું.

સ્થળ કાળ વિહીન જ્યાં બ્રહ્માંડ છે નિર્માયું,
મનુષ્ય શી વિસાત! વિપરીત શાને અજમાવવું?


સ્મરણોની પોટલી બાંધી રોજેરોજની વહાવી દેવી...આહુતિને યોગ્ય બસ!

ભૂતકાળની વેદીમાં જાતને સ્વાહા કરવી કરતાં સ્મરણમાં પ્રભુને સ્થાન આપવું હજાર ગણું વિશ્વાસપાત્ર અને વ્યાજબી!

મનને જો વાગોળવાની ટેવ પડે અને એને બળતણ મળે તો એ જીવનને જ રાખ કરે. અમૂલ્ય ઘડીને એ ખોખલાં મનોયજ્ઞમાં હોમે ને કાળાં ધૂમાડા જ કાઢી શકે.

સર્જનની જ્યોત તો, તો જ પ્રજ્વળે જ્યારે ક્ષણક્ષણનાં આહવાન અપાય અને એમાંથી નિપજતાં મંત્રો ગવાય...

રિક્ત અસ્તિત્વ કંઈ નકામું નમાલું નથી હોતું પણ નમનીય અને સમર્પિત હોય છે. પામ્યું એ મૂકીને ચાલવાની હામ અને ઊજ્જવળ ઊત્તમ આવનારની હાશ હોય છે. 

અફર વર્તનમાં વિકલ્પો નથી હોતાં પણ અણનમ વિજયની બાંહેધરી બેઠી હોય છે. 

સંસ્મરણોથી એ બળ લેવાનું રહે છે કે આ ક્ષમતાભર્યું જીવન મળ્યું છે તો આગળ આથી પણ વિશેષ કંઈક રોપવાનું છે...


સ્મરણમાં ફક્ત પ્રભુનું રટણ રહે તો સવિશેષ વરદાન અને પ્રદાન...

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Lycianthes rantonnei [Solanum rantonnetii]
Blue potato bush
Significance: Remembrance 
Constant remembrance of the Divine is indispensable for transformation. 
It is by the constant remembrance that the being is prepared for the full opening. By the opening of the heart the Mother's presence begins to be felt and, by the opening to her Power above, the Force of the higher consciousness comes down into the body and works there to change the whole nature. SA

No comments:

Post a Comment