Wednesday, 13 September 2017

જીવન નવજીવન માંગે...



મળ્યું માણ્યું અંગિકાર થયે
રોમેરોમે વસી રોજિંદુ ભાસે
સર્જન શૂન્ય ખાલીપો સંતાપે
નાવીન્યનો વારો આવે... 

રીતિ વીતી જરૂરી પચાવે
ઘરેડ-મૃત્યુ દ્વારા ખખડાવે 
રિકતતા આપોઆપ આવકારે
નવીન શીખને રસ્તો આપે...

વસે અભીપ્સુ બાળ અંતરે
નવીનતાની ભૂખ દોડાવે
સતત શિક્ષણ ખોરાક જેને
જીવન નવજીવન માંગે...

સૃષ્ટિ-સ્થિર-ક્ષય લય માંગે
પરિવર્તન આવર્તન પામે
સર્જન સર્જિત ર્સજક સર્જે
અપૂર્ણતા, પૂર્ણ પૂર્ણતા કાજે...


ઈશોપનિષદ કહે છે:

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ शांतिः शांतिः शांतिः॥

ॐ वह (परब्रह्म) पूर्ण है और यह (कार्यब्रह्म) भी पूर्ण है; क्योंकि पूर्ण से पूर्ण की ही उत्पत्ति होती है। तथा [प्रलयकाल मे] पूर्ण [कार्यब्रह्म]- का पूर्णत्व लेकर (अपने मे लीन करके) पूर्ण [परब्रह्म] ही बच रहता है। त्रिविध ताप की शांति हो।

છતાં કશુંક અંતરે અનુભવાય છે જે કહે છે કે કંઈક હજી કરી શકાય... ઊમેરી શકાય...

નર્યો સુધાર નહીં પણ ઊત્કૃષ્ટ તરફ, સર્વોચ્ચ સર્વોપરી ઉત્તમ તરફ!

આ કૂચ તો જીવન મર્મ છે અને એને જ માટે માનવજાત છે.

ઉપરોક્ત શ્ર્લોકની સમજમાં જીવવા પ્રયત્નશીલને પણ એ જાણ તો થઈ જ જાય છે કે નિષ્ક્રિય રહી પૂર્ણત્વને પ્રાધાન્ય આપવા માટે પણ પ્રયત્ન લાગે છે. એ દિશામાં જ, પણ કશુંક તો કર્યા જ કરવું પડે છે. પૂર્ણતાને માનવાથી અસ્તિત્વ શાંત નથી થતું કે એ સ્વીકારમાં આદાનપ્રદાન વિહીન નથી રહેતું પણ વલણવંચિત કરવાથી અશાંત જરૂર રહે છે.

મનુષ્ય વર્ણ ધર્મ કર્મ બધું જ તો પ્રગતિ ગતિબદ્ધ છે અને એટલે જ પૂર્ણત્વની સફરને અનુમતિ છે.


અને એટલે જ અંદર કંઈક મરે તો માનવું કે નવું જીવંત થશે. જૂનાનાં જોડાણનું મૃત્યુ એ નવીનતાને અવકાશ આપે છે.

આવકાર્ય છે ... આવકારવું રહ્યું! 

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Polianthes tuberosa
Tuberose
Significance: New Creation
Strong, lasting and fragrant, it rises straight towards the sky.

There are people who love adventure. It is these I call, and I tell them this: "I invite you to the great adventure."
It is not a question of repeating spiritually what others have done before us, for our adventure begins beyond that. It is a question of a new creation, entirely new, with all the unforeseen events, the risks, the hazards it entails — a real adventure whose goal is certain victory, but whose road is unknown and must be traced out step by step in the unexplored. Something that has never been in this present universe and that will never again be in the same way. If that interests you . . . well, let us embark. What will happen to you tomorrow, I don't know. TM

A new creation from the old shall rise,
Savitri 330

No comments:

Post a Comment