ઉત્ક્રાંતિ વહેળાંને ક્યાં બાંધ કે વળાંક!
સતત પ્રગતિ સ્થિતિ એનો સ્વભાવ.
તળ, સમથળ કે શિખર ! સર્વાંગ સમાન.
આકાર, પ્રકાર ગમે તે મૂળે થવા સાકાર!
ગતિ છે ગતિમાન, ગતિવિધિ અજાણ!
સ્વગતિ-સંગતિ સ્વીકાર, જ સમાધાન.
ન એકસરીખું પણ એકધાર્યું અભિયાન
પોતીકે પ્રવાહ ક્ષર-અક્ષર પ્રવર્તમાન.
પ્રાણિક, પાર્થિવ, પરલૌકિક તત્ત્વ સાર
અનુઠુ જોડાણ ને એકજૂઠ અનુષ્ઠાન.
ઉદભવે પૂર્ણત્વ, નભે અપૂર્ણવત્ત પૂર્ણાત!
સચ્ચિદાનંદે પૂર્ણાહુતિ, અંતિમ સમાસ...
પાર્થિવદ્રષ્ટિ માટે ઉત્ક્રાંતિ છે.
જે કુદરતી છે એ સર્જાયેલું છે જે સર્જનમાં આવિર્ભાવ પામી રહ્યું છે અને રહેશે.
મનોજગત સાથે સંકળાયેલને હજી અવકાશ છે. સ્થૂળજગતનાં વિધાનમાં ફેરફાર શક્ય છે.
જ્યાં સુધી સર્વોચ્ચ આનંદ સુધી નથી પહોંચાયું ત્યાં સુધી તૃટિ અનુભવાય છે. અજાણી તરસ ભીતરને પૂરેપૂરું ડૂબવા નથી દેતી. કશાકની ખોટ હંમેશા કશાકની શોધ માટે શોધાવ્યા કરે છે.
કોઈક અજંપો રહે જ છે. આત્મમંથન પણ જ્યાં સુધી આત્માને શોધતું નથી ત્યાં સુધી અધૂરું જ અનુભવાય છે. વિચાર અને આચરણની સતતા પણ આનંદ નથી આપતી જ્યાં સુધી એ સ્વયંભૂ અવસ્થાએ નથી પહોંચી હોતી.
પૂર્ણતાનાં આનંદે પહોંચવા માટે અપૂર્ણમાં પૂર્ણની શોધથી પંથ કંડારવો પડે છે.
બધું જ,
જોડાયેલું છે છતાં સ્વવત છે...
પૂર્ણ છે છતાં અપૂર્ણગ્રસ્ત છે...
પોતપોતાનાંમાં સ્થિત છે છતાં સ્થિતિસ્થાપક છે...
મુકામ પર છે છતાં ગંતવ્યની શોધમાં છે...
છલોછલ છે છતાં અધૂરપની છાયા વર્તાય છે...
ખરી ઓળખની શરૂઆત આ પછી જ થાય છે. એવો આનંદ કે જે સત્-ચિત્-આનંદ છે...
સચ્ચિદાનંદ...સ્થાયી...કાયમી...સર્વરૂપી...સ્વરૂપ...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Hedychium
Ginger lily. Garland lily
Significance: Sachchidananda
Strong and pure, it stands erect with its creative power
Ginger lily. Garland lily
Significance: Sachchidananda
Strong and pure, it stands erect with its creative power
SACHCHIDANANDA
God is Sachchidananda. He manifests Himself as infinite existence of which the essentiality is consciousness, of which again the essentiality is bliss, is self-delight.
That which has thrown itself out into forms is a triune Existence-
આકળ વિકળ અને અકળ સકળ ના સબન્ધ સરસરીતે સમજાવ્યા છે. અભિનંદન અને ધન્યવાદ.��
ReplyDelete