વીતી હરકતોને એકવાર મૂકી કોરે
જીજીવિષા એ તોરની સૂકવી જોને!
નડતી કનડતી પીછો કરતી છોને
અવગણી એને, અડગ ડટી તો જોને!
એની ટકવાની ચાહને ન નંદે તોયે
ખુદની હયાતીમાં બળવત્તર થઈ જોને!
છે આમ હરતી ફરતી ભટકતી જોરે
બસ! એમ જ ભમતી છે. માની જોને!
અટવાતા ભૂતકાળો છે સમયનાં ભોગે
એને 'અત્ર'નાં પ્રબળ વહેણમાં હોમી જોને!
જીવંત જિંદગી ને સમૃદ્ધિ છે તવ જીવને
સમસ્તમાં મસ્તક, હસ્તકને અજમાવી જોને!
જય હો!
સાદર...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૮
સમસંદર્ભી પ્રકાશિત પ્રસ્તુતિઓ...
ગત સઘળી પૂર્ણ વીતી
પૂર્ણમાં ઊઘડી પૂર્ણ નવી...
ગઈ હતી જે શેષ નહતી
અત્રે અશેષ ને હશે આવતી...
ઘડીમાં ગૂંથાતી ગતિવિધિ
ભૂત-વર્ત-ભાવિ ગૂંથણી...
એકમેક અન્યોન્ય પરોવી
ઘડે સમય અજેય સાક્ષી...
પગેરું છૂપું ધરી બીજ મહીં
પુષ્પ ખીલવે કળી સોહામણી...
શત શત સત્ય, પૂર્ણ શાશ્વતી
નિષ્ઠ સમયની ત્રિકાળ રીતિ...
સંપૂર્ણતામાં વહેતો સંચાર!
જે કંઈ 'છે' એમાં 'હતું'નો આધાર અને 'હશે'નો અવકાશ છે...
બધુંજ સમાંતરે છે જ ફક્ત સમયાંતરે ઘટતું રહે છે...
ઘટનાનું ઘડતર ક્યાંક મોજુદ છે ફક્ત ઈન્દ્રિયોને પળનું પગેરું છે...
એ મર્યાદા સમયને પણ વિભાજીત કરાવે છે...
શાશ્વતને પણ વહેંચે એ મનોજગતની પામરતા...
જ્ઞાન અને આચરણમાં અહીં વિરોધાભાસ ઉત્પન્ન કરે...
હકીકતે જીવાવું જોઈતું આત્મા-નિર્ભર આ જીવન, મનોહઠથી કેવું છૂંદાય છે?
સમસ્ત જ્યાં પૂર્ણરૂપ અને પૂર્ણતામય છે તોય પૂર્ણ પ્રકાશરત આત્મા હજી માનવે માનવે કોક ખૂણે...ગૂંગળાતો...!!
આ જ તો છે પરિવર્તિત ગતિ...
પૂર્ણની સફર પૂર્ણ થકી...
એથી જ તો પૂર્ણને મુબારક!
સાદર...
પૂર્ણમાં ઊઘડી પૂર્ણ નવી...
ગઈ હતી જે શેષ નહતી
અત્રે અશેષ ને હશે આવતી...
ઘડીમાં ગૂંથાતી ગતિવિધિ
ભૂત-વર્ત-ભાવિ ગૂંથણી...
એકમેક અન્યોન્ય પરોવી
ઘડે સમય અજેય સાક્ષી...
પગેરું છૂપું ધરી બીજ મહીં
પુષ્પ ખીલવે કળી સોહામણી...
શત શત સત્ય, પૂર્ણ શાશ્વતી
નિષ્ઠ સમયની ત્રિકાળ રીતિ...
સંપૂર્ણતામાં વહેતો સંચાર!
જે કંઈ 'છે' એમાં 'હતું'નો આધાર અને 'હશે'નો અવકાશ છે...
બધુંજ સમાંતરે છે જ ફક્ત સમયાંતરે ઘટતું રહે છે...
ઘટનાનું ઘડતર ક્યાંક મોજુદ છે ફક્ત ઈન્દ્રિયોને પળનું પગેરું છે...
એ મર્યાદા સમયને પણ વિભાજીત કરાવે છે...
શાશ્વતને પણ વહેંચે એ મનોજગતની પામરતા...
જ્ઞાન અને આચરણમાં અહીં વિરોધાભાસ ઉત્પન્ન કરે...
હકીકતે જીવાવું જોઈતું આત્મા-નિર્ભર આ જીવન, મનોહઠથી કેવું છૂંદાય છે?
સમસ્ત જ્યાં પૂર્ણરૂપ અને પૂર્ણતામય છે તોય પૂર્ણ પ્રકાશરત આત્મા હજી માનવે માનવે કોક ખૂણે...ગૂંગળાતો...!!
આ જ તો છે પરિવર્તિત ગતિ...
પૂર્ણની સફર પૂર્ણ થકી...
એથી જ તો પૂર્ણને મુબારક!
સાદર...
* જૂલાઈ, ૨૦૧૭
આજમાં ભરપૂર ભરી આજ, જીવી, તો
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!
જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન, લખી લો!
ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ, હસી લો!
ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!
ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!
ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની ‘મોરલી’ જીવાય એટલું વહી લો!
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!
જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન, લખી લો!
ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ, હસી લો!
ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!
ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!
ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની ‘મોરલી’ જીવાય એટલું વહી લો!
* નવેમ્બર ૨૦, ૨૦૧૪
અતીતોને દાટી દો ભીતરની ભૂમિમાં,
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.
ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.
નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.
અંધકાર જામે તો જામવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.
વિગતોને ફૂંકી દો અત્યારની સ્થિતિમાં,
નવા ભાવિને થીજવો આ જ ઘડીમાં.
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.
ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.
નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.
અંધકાર જામે તો જામવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.
વિગતોને ફૂંકી દો અત્યારની સ્થિતિમાં,
નવા ભાવિને થીજવો આ જ ઘડીમાં.
* મોરલી મુનશી ઓગસ્ટ ૬, ૧૯૮૭
Flower Name: Saraca indica
Asoka, Sorrowless tree
Significance: GRIEFAsoka, Sorrowless tree
Without Grief
The contemplation that leads you beyond suffering.
No comments:
Post a Comment