સાચી શાંતિને ના ચણતર ને વાડા
ઊદભવ અસ્ખલિત! ન શરતી સીમાડા!
સાચી સ્વસ્થતાને ના ઉદ્વેગ ભણકારા
અચળ અડગ! ન અવરજવર કે અચંબા!
સાચી નીરવતાને ના મૌનનાં દાટા
અગાધ અવિચળ! ન ડોકાતા ઈશારા!
સાચી સમતાને ના પ્રભાવિત વારા
એકધારી સમાન! ન પસંદ ન જાકારા!
સાચી ધરપતને ના અણદીઠા કૂદકા
સ્વયંભુ શાણપણ! ન ખાઈ ન કિનારા!
સાચી અનુભૂતિઓને ના સમયનાં સપાટા
દિવ્યશક્તિ સંધાનનાં અણનમ પુરાવા...
ધન્ય પ્રભુ...
સ્થાયી બને છે...આ જ બધા તત્ત્વો અને અસ્તિત્વો દેહધારી બને છે.
મનુષ્ય જીવનનો હિસ્સો અને જીવનવલણની પૃષ્ઠભૂમિ!
અહીંથી જ પછી બધી ઊડાન આરંભાય છે...નાનામાં નાની, સાવ સ્થૂળ ક્રિયાથી લઈને દિવ્યકાર્યમાં સહભાગિતા...
મૂળભૂત જરૂરિયાતો છે આગળનાં પ્રદેશોને પહોંચવાની...
મનુષ્ય અસ્તિત્વમાં એકપ્રકારનો અણનમ પાયો બને છે જે આધારની ભૂમિકા ભજવે છે. ઝીલવા અને વહેંચવા સક્ષમ બને છે.
અનુભૂતિ ખોવાતી નથી...એ ચણે છે પણ એ કોઈ ઘડતર નથી હોતું પણ કંઈક આલ્હાદક કેળવણી જેવું!
આત્મા, ચૈત્ય સ્વરૂપની જાણે ભૂખ બની જાય છે અને એટલે એનો નશો!
કશુંક જ ગણકાર વગરનું નથી રહેતું. નાનું અમથું, ક્ષણિક પણ સૂચક કે સૂચન બની રહે છે...
સ્વયંમાં સ્વયંનો આવિર્ભાવ અને આવિષ્કારનાં એંધાણ...
જય હો...
સાદર...
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૮
Flower Name: Convallaria majalis
Lily of the valley
Lily of the valley
Significance: Power of Purity
Purity is the best of powers.
This is purity, to accept no other influence but only the influence of the Divine.Purity is the best of powers.
One is truly perfectly pure only when the whole being, in all its elements and all its movements, adheres fully and exclusively to the Divine Will. That is total purity. It does not depend on any moral or social law, any mental convention of any kind. It depends exclusively on this: when all the elements and all the movements of the being adhere exclusively and totally to the Divine Will. TM
No comments:
Post a Comment