પ્રભુ...એ કેમ વેડફાય?
જે અંતરે ધરી ધીરજ તુજ તણી
શ્રદ્ધા કેરી કેળવી કેડી તુજ ભણી
ધરપતે જોડી ક્ષમતા તુજ સમી
ક્ષણેક્ષણે જોતરી આસ્થા તુજ મહીં ...
જે હૈયે સીંચી નિષ્ઠા તુજ ભરી
મહેચ્છા મૂકી કગારે તુજ ઘડી
પલાયનો પધરાવી તુજ પ્રતિ
ગ્રાહ્ય સતર્ક અડગ તુજ થકી...
જે માનસે પકડી ગડ તુજ દીધી
પ્રભાવો ઓગાળતી તુજ વિધી
સમૃદ્ધ વલણો ભરતી તુજ વૃત્તિ
પ્રક્રિયાત્મક પ્રગતિમય તુજ ગતિ...
પીડિત શાને જિંદગી? તુજ જણી
એક એક ડગલું જ્યાં તુજ રિતી
ને દ્રષ્ટિ અમી મયી તુજ અર્પી,
કદાપી નહીં જે તુજ સ્વીકારી...
સહજે સવરે કે વેડફાય જિંદગી
પ્રભુ...એ કેમ, જ્યાં તું જ વાલી?
'મોરલી', ન વિફળ જે ઊર્ધ્વગામી
દિવ્યકર્મી ભવ દે સદૈવ ફળશ્રુતિ...
બસ! અહીં જ તો છે અડગ શ્રદ્ધાની સંભાળ!
હવે જ નથી મચકવાનું હોતું...
આટઆટલું આસ્થાને સહારે, સ્વ-સહકારને આધારે, ધીરજ ને સમતાને સરવાળે...
ભલે ને! બધું જ પ્રભુ બક્ષ્યું... પણ હવે જ તો ટકાવવાનું હોય છે.
એ રગને જીવતી રાખવાની હોય છે. એમાં વિશ્વાસની જાન નાખતા રહેવાની જવાબદારી અદા કરતાં રહેવાની છે...
કશું જ પતતું નથી જ્યાં સુધી એ સર્વાંગ સંપૂર્ણ નથી...અહીં અધકચરાને અવકાશ નથી.
"યા હોમ કરીને પડો ફતેહ છે આગે"... અને આ હોમમાં તો દૈવી શક્તિઓ પણ જોડાયેલી હોય છે જ્યારે આખો જીવનહવન પ્રભુ અર્ચિત હોય છે.
અહીં જો ધરપત આવીને મળતી નથી તો એ પ્રભુ સાથેની પારદર્શિતાને પ્રશ્ન હોય છે. કશેક સંધાનમાં અધૂરપ હોય તો અધીરાઈમાં ડોકાતું હોય છે. અસ્તિત્વ હજી કાચું વર્તાય છે અને પીડા અને પીડિતભાવ હજી સાથે ચાલે છે.
બુદ્ધિ અને તર્કને ફક્ત શ્રદ્ધા જ હંફાવી શકે છે. જ્યાં અશક્ય અકલ્પ્ય અનરાધાર વર્તાય ત્યારે જ એ અકળ શક્તિનો વારો શરૂ થાય છે. એ ભૂમિકા ધરે છે અને અદમ્ય અચંબા સાથે સરળતાથી સમગ્ર તૈયારીનું પરિણામ આપી જાય છે.
બસ! અગત્યનું હોય છે કે ડટી રહેવું અને સંનિધિને સન્મુખ...
જય હો પ્રભુ...વિજયી હો...
સાદર...
- મોરલી પંડ્યા
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૮
Only were safe who kept God in their hearts:
Courage their armour, faith their sword, they must walk,
The hand ready to smite, the eye to scout,
Casting a javelin regard in front,
Heroes and soldiers of the army of Light.
Courage their armour, faith their sword, they must walk,
The hand ready to smite, the eye to scout,
Casting a javelin regard in front,
Heroes and soldiers of the army of Light.
BOOK II: The Book of the Traveller of the Worlds 211
Their lives, their natures moved compelled by hers
As if the truth of their own larger selves
Put on an aspect of divinity
To exalt them to a pitch beyond their earth's.
They felt a larger future meet their walk;
She held their hands, she chose for them their paths:
They were moved by her towards great unknown things,
Faith drew them and the joy to feel themselves hers;
They lived in her, they saw the world with her eyes.
As if the truth of their own larger selves
Put on an aspect of divinity
To exalt them to a pitch beyond their earth's.
They felt a larger future meet their walk;
She held their hands, she chose for them their paths:
They were moved by her towards great unknown things,
Faith drew them and the joy to feel themselves hers;
They lived in her, they saw the world with her eyes.
BOOK IV: The Book of Birth and Quest 364
This is faithfulness, to admit and to manifest no other movements but only the movements prompted and guided by the Divine. TM
When I spoke of being faithful to the light of the soul and the divine Call, ... I was simply affirming the great need in all crises and attacks, — to refuse to listen to any suggestions, impulses, lures and to oppose to them all the call of the Truth, the imperative beckoning of the Light. In all doubt and depression, to say, "I belong to the Divine, I cannot fail"; to all suggestions of impurity and unfitness, to reply, "I am a child of Immortality chosen by the Divine; I have but to be true to myself and to Him — the victory is sure; even if I fell, I would rise again"; to all impulses to depart and serve some smaller ideal, to reply, "This is the greatest, this is the Truth that alone can satisfy the soul within me; I will endure through all tests and tribulations to the very end of the divine journey". This is what I mean by faithfulness to the Light and the Call. SA
Flower Name: Quisqualis indica
Rangoon creeper
Significance: FaithfulnessRangoon creeper
We can count on You; You never fail us when we need You.
No comments:
Post a Comment