ઊજવે છે શું ઊંધમૂંધ મરજીનો સ્વાદ,
પ્રલોભનો છીછરા બેશુમાર મુશળધાર!
સંભાળીને ચાલી લે જવા પેલે પાર
ઓ મનુષ્ય! આત્માની કેડી તું હળવેથી કંડાર...
ત્યાં જ લખી, ચીતરી છે તારી ચાસ
એનાં જ દોર્યે મળશે જીવ-જીવને ઉદ્ધાર
સંભાળીને ખેંચ લકીર, સંભાળ તારો ભાગ
ઓ મનુષ્ય! આત્માની પગથીએ પાસા પોબાર ...
એકાગ્ર વલણ અને પકડ સીધી વાટ
ચિત્તે લક્ષ્ય અને સ્વનો સ્વયં સંગ સંવાદ
સહ્રદય સંગાથ ને પ્રભુને પકડાવ્યો હાથ
ઓ મનુષ્ય! આત્માની પૂઢે તું પકડ માર્ગ પૂરપાટ ...
ઓ મનુષ્ય! આત્માની કેડી હળવેથી કંડાર ...
ઓ મનુષ્ય! આત્માની પગથીએ પાસા પોબાર ...
પ્રભુ ... પ્રભુ ...
જીવાદોરી ભલે પ્રભુઈચ્છા છે પણ ધોરી તો મનુષ્યે કંડારવાની અને પકડી રાખવાની છે.
સારથી બની ને હંકારવાનું છે અને સાથે સાથે કૃષ્ણને આહવાન પણ કરવાનું છે.
જીવનરથ અને અશ્વ - બંનેમાં પ્રભુનાં પ્રાણ રોપવાનાં છે. સતત એ દોરી એને પકડાવવા તત્પર રહેવાનું છે. અને છતાંય પુરી નિષ્ઠા સાથે કર્તવ્યોને પૂર્ણ કરવાનાં છે.
દર તબક્કે કંઈક લોભાવતું ખેંચી જવા તૈયાર જ હોય છે. એમાં ગયા પછી ખબર પડતી હોય છે કે ગર્તામાં ડૂબ્યાં કે!
આંતરિક રીતે બંધાઈને, શરૂમાં સંકોચાઈને ચાલવાની જરૂર હોય છે. ફલક વિશાળ કરવાનો હોય છે પણ હળવે હળવે...
સમજ આવી જાય છે પણ જિંદગીની સાથે એને અમલમાં મૂકવાની હોય છે. નહીં તો સમજ કોરી રહી જાય છે અને જિંદગીનું ઘણું બધું સરકી...
આત્મસ્થ જીવનસ્થ સઘળું ...
સાદર...
- મોરલી પંડ્યા
ફેબ્રઆરી, ૨૦૧૮
Never seek support elsewhere than in the Divine. Never seek satisfaction elsewhere than in the Divine. Never seek the satisfaction of your needs in anyone else than the Divine — never, for anything at all. All your needs can be satisfied only by the Divine. All your weaknesses can be borne and healed only by the Divine. He alone is capable of giving you what you need in everything, always. TM
Flower Name: Solanum seaforthianum
St. Vincent lilac, Glycine, Italian jasmine
Significance: Seeking for Support only in the Divine
The Divine is the only support that never fails.
Flower Name: Solanum seaforthianum
St. Vincent lilac, Glycine, Italian jasmine
Significance: Seeking for Support only in the Divine
The Divine is the only support that never fails.
No comments:
Post a Comment