શંકરી શક્તિ આવિર્ભાવક યુતિ!
સદેહે ઊતરે આજ મહાશિવરાત્રી!
સકળ ત્રિલોક ને બ્રહ્માંડ વ્યાપી!
હર હર હૈયે મહાદેવ ત્રિકાળી!
સર્પ, ત્રિશુળ, વિષ, ડમરુ જટાધારી
વિભાધારી, સંહારક અવિભાવી.
સંસારી, જગઅધિષ્ટાત્રી સ્વામી,
ભૈરવી, અઘોરી, નીલકંઠી, વૈરાગી.
શિવ ચેતના પ્યાસી ઊપવાસી,
નીરવ ધ્યાને ઊદભવે અનુરાગી.
પરમપ્રમાણ આરંભ ને પ્રાપ્તિ,
અનેકરૂપે મહેશ્વર જનમાર્ગી.
પ્રસરે ચોમેર જણ-જંતુ-જીવની,
વિરમે ડંખ, અખંડ રહો સંજીવની.
પ્રભો...શંભો...નમે આત્મમાર્ગી!
સાષ્ટાંગદંડવત અનુપમ અનુગામી ...
નમન અનંત......ॐ શિવાય...
જય હો!
સાદર...
- મોરલી પંડ્યા
મહાશિવરાત્રી ઊજવણી રૂપ શિવતત્ત્વ અવતરણ...વર્ષ-દર-વર્ષ પ્રસ્તુતિ...
એક એવું અતિમનસ વિશ્વ છે
જયાં શિવ સ્વરૂપ પણ શ્વેત છે.
એક એવું સુવર્ણિમ વિશ્વ છે.
પરિવર્તિત શિવચિત્ત સર્વે છે.
એક એવું સુદિપ્ત વિશ્વ છે.
ભસ્મવિલીન શિવ સત્ય છે.
એક દિવ્ય પ્રતિક વિશ્વ છે.
પ્રબુદ્ધ શિવલીન પ્રવૃત છે.
'મોરલી' વંદે, પ્રગટો પ્રભો હે!
બક્ષો સક્રિય શિવતત્વ હર હરને...
સાભાર સાષ્ટાંગ દંડવત નમન!
હરહર મહાદેવ...
જય શ્રી હાટકેશ...
વંદુ શંભો! હર હર હજો.
ત્રિનેત્રી દ્રષ્ટિ સજો.
વંદું નટરાજ! મંત્રે વસજો.
શિવ સત્ય બક્ષજો.
વંદું નીલકંઠ! કંઠે ઠરજો.
ત્રિવિધ સતે વહેજો.
વંદું મહાદેવ! જન્મે રહેજો.
શીરે રક્ષક થજો.
વંદું હાટકેશ! આ ભવ ખરો,
ભવોભવ મળે તવ તણો.
વંદું શંકર! તવ શરણ હો,
પળે જણે સદા મળો...
મહાશિવરાત્રી વંદન પ્રભુ...
'મોરલી' આભારી...
જયાં શિવ સ્વરૂપ પણ શ્વેત છે.
એક એવું સુવર્ણિમ વિશ્વ છે.
પરિવર્તિત શિવચિત્ત સર્વે છે.
એક એવું સુદિપ્ત વિશ્વ છે.
ભસ્મવિલીન શિવ સત્ય છે.
એક દિવ્ય પ્રતિક વિશ્વ છે.
પ્રબુદ્ધ શિવલીન પ્રવૃત છે.
'મોરલી' વંદે, પ્રગટો પ્રભો હે!
બક્ષો સક્રિય શિવતત્વ હર હરને...
સાભાર સાષ્ટાંગ દંડવત નમન!
હરહર મહાદેવ...
જય શ્રી હાટકેશ...
* ફેબ્રુઆરી,૨૦૧૭
વંદુ શંભો! હર હર હજો.
ત્રિનેત્રી દ્રષ્ટિ સજો.
વંદું નટરાજ! મંત્રે વસજો.
શિવ સત્ય બક્ષજો.
વંદું નીલકંઠ! કંઠે ઠરજો.
ત્રિવિધ સતે વહેજો.
વંદું મહાદેવ! જન્મે રહેજો.
શીરે રક્ષક થજો.
વંદું હાટકેશ! આ ભવ ખરો,
ભવોભવ મળે તવ તણો.
વંદું શંકર! તવ શરણ હો,
પળે જણે સદા મળો...
મહાશિવરાત્રી વંદન પ્રભુ...
'મોરલી' આભારી...
* માર્ચ, ૨૦૧૬
હે નટરાજ, તારું તાંડવ નર્તન!
સત ઢંઢોળતું, ભ્રહ્માંડ મંથન!
મનુષ્યદેહમાં જીવને શિક્ષણ!
નિર્વાણાતીત પથ, પૂર્ણ દર્શક!
પ્રાગટ્ય તવ, અસીમકૃપા મય!
ઓગળે તત પશ્યાત, અંતર વિષ!
'હર' દ્રષ્ટિ પડ્યે, જીવ ઊત્થાન!
ધારણાશક્તિ કોઠે સ્થાપન!
આત્મે શિવમંત્ર અવિરત ઊચ્ચારણ!
જન્મોજન્મ, મહાદેવ કાર્યકારણ!
સર્જન-વિસર્જન તવ સૃષ્ટિ પ્રવાહ!
પુનઃ વિષ્ણુદર્શન, પ્રારંભે નવસર્જન!
'મોરલી' વંદે…વંદે શ્રી શિવશંકર...
* ફેબ્રુઆરી ૧૭, ૨૦૧પ
સૃષ્ટિ ઊગારક! અસુર વિનાશક!
તવ ચરણોમાં સર્વ ઉજાગર!
ગ્રહણ કરો સહુ અ-દૈવ ઓ ઉપકારક!
જીવન-જન્મ-વિધી-વિધાન પણ તમશરણે શુધ્ધ! ઓ ઉદ્ધારક!
ઓ શિવ-શંભો! સ્તુતિ તમારી નિશદિન સાર્થક,
બ્રહ્માંડના બસ! એક ત્રિનેત્ર ધારક!
પ્રચંડ-પાંગળું, અતિ-નહિવત ઝીલતાસર્વ ઓ ગંગાધારક!
યોગ્ય-અનુરૂપ જીવન બક્ષો, સર્વમાં જીવંત ઓ કારક!
મહાદેવ હર માનવ મન ને અંતર મહી પાવત,
ક્ષમતા હર એક-એકમાં એ તમ જાણત,
‘ૐ નમઃ શિવાય’નો નાભિ-નાદ રક્ષાત્મક,
સર્વસ્વ, સર્વરૂપ, સર્વપ્રભાવી, ઓ જગતકારણ!
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સંસારના સર્જક,વાહક ને ઓ વિસર્જક!
ત્રિભુવન ત્રિવિધ રૂપ-ગતિમાં એક અદભૂત!
ઓ ભોળાનાથ અદ્વિતીય!
ઓ નટરાજ! ઓ હાટકેશ! ઓ શિવ-શંકર!
‘મોરલી’ આપની સદૈવ નેક ઉપાસક …
પ્રણામ પ્રભુ!
* ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૪
No comments:
Post a Comment