Friday, 16 February 2018

સમગ્રે તવ પ્રાવધાન...


મથાળે ચેતના સ્થાન
મધ્યે કરુણા વસવાટ 
સમગ્રે તવ પ્રાવધાન.

એક એક પળ પ્રગાઢ 
મનન મરજી મદાર
તંત્રે તવ સંવિધાન...

પ્રત્યેક અચળ વિધાન
વિભાવના ને અમલકાર
તવ ભૂમિકા ને પરિધાન...

અહો! આ જીવને ધારોધાર
વરસે, વસે મા-શ્રી સીંચાવ
તવ અંકુર ને અવધાન...

અદ્ભૂત! આ દેહસ્થ અવકાશ
સંધાનવત તવ પરિમાણ
ધન્ય...ધન્ય! ધન્યવાદ!

આભારી પ્રભુ...

જય હો!

સાદર...


- મોરલી પંડ્યા 
ફેબ્રઆરી, ૨૦૧૮


અહીં ઝરે રે, દ્વિજ બીજ ઝરણાં,
મધ્યે-ઊર્ધ્વે કૃપા વર્ષા(2)...
... અહીં ઝરે રે ...

હ્રદયે સંદિપ્ત ભગવતી બેઠાં,
મનસાતીત પ્રભુજી વ્હાલાં...
દ્વિકર્મી ગ્રહે દિપ્તી વહેણાં,
તેજ કર્તવ્ય ચૈતન દ્વારા (2)...
... અહીં ઝરે રે ...

બક્ષિસ ભેગી નિષ્ઠ સાધના,
વાટ પ્રભુ, વટમાર્ગી પ્રભુતા...
દિવ્યશક્તિની અસ્ખલિત યાત્રા,
તૃષાતુર, હજી બાળક આત્મા (2) ...
... અહીં ઝરે રે ...

નમે 'મોરલી'...નમન દિવ્ય મા...
અવતરે તું, અવતરણ દિવ્યતા
આભારી, નિ:શેષ અર્પિતા,
ઓળઘોળ, પ્રભુબોલ દક્ષતા(2) ...
... અહીં ઝરે રે ...
* ઓગસ્ટ, ૨૦૧૬



હ્રદયમાં મા ને મસ્તિષ્કમાં પ્રભુ!
સ્થૂળ-સૂક્ષ્મ કારક બેલડી!
કમાલ...કમાલ...હરિ તું…

ચવ-ચિત્સ્વરૂપ શિવ-શક્તિ, અમૂલ!
પુરુષ-પ્રકૃતિ પર બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…

કરુણામય પ્રજ્ઞાન અજોડ મા-પ્રભુ!
ગોચર-અગોચર રક્ષક બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…

ઊગતી અભિપ્સા, ઝીલાતું અવતરણ!
સાયુજ્ય સુયોજિત પૂરક બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…

દેહસ્થ મા નિર્દેશક, ચેતના પ્રેરક પ્રભુ!
આજન્મા ‘મોરલી’ નમન બેલડી!
કમાલ…કમાલ…હરિ તું…

* નવેમ્બર ૨૪, ૨૦૧૪


મસ્તિષ્કમાંથી હ્રદયમાં ઊતર્યાં છો,
મધ્યે સ્થાપિત! હવે અભિપ્રેત થયાં છો…

ચતુરસ્વરૂપનો સુભગ સમન્વય!
હવે વલણ, વાતાવરણમાં સ્પંદિત થયાં છો…

શક્તિ, સંજીવની, સૌંદર્ય, જ્ઞાન!
શૂન્ય આધારમાં હવે નવપલ્લિત થયાં છો…

સર્વ કાર્ય માભગવતી કૃપાનું,
‘મોરલી’, તમ અન્યોન્ય પ્રતિબદ્ધ થયાં છો…

નમન મા!

* સપ્ટેમ્બર, ૨૦૧૪


Flower Name: Senecio
Groundsel
Significance: Observation
Likes to prolong its attention in order to see better.

No comments:

Post a Comment