Sunday, 18 February 2018

કેવી અરસપરસ ...


આ દ્રષ્ટિથી એ અનંત છે
અનંતે દીધી, તો દ્રષ્ટિ છે.
આ કેવી નિર્ભર ગતિ છે!

આ હ્રદયે વસે અસીમ છે
અસીમે ઘડ્યાં, તે હ્રદયી છે.
આ કેવી અન્યોન્ય યુતિ છે.

આ શ્રવણે પરમશ્રુતિ છે
પરમથી શ્રવણે પ્રસ્તુતિ છે.
આ કેવી અરસપરસ ગોષ્ઠિ છે.

આ સાધને સદ્યસમૃદ્ધિ છે
સર્વસમૃદ્ધે રચ્યાં સંધાની છે.
આ કેવી અવિચળ ગોઠણી છે.

આ શબ્દેશબ્દ સ્તુતિ છે.
નિ:શબ્દેથી બ્રહ્મસૂચી છે.
આ આભારી નમ્ય જીવની છે.

પ્રણામ પ્રભુ ...

 જય હો!


આ સાંગોપાંગ ગોઠવણ છે. 
એકમેકને નિર્ભર પ્રયોજન છે. 
દર એકમાં પાંગરતી અનંતની રમત છે.

જે અહીં જાય છે એ ત્યાંથી જ ઊતરી આવેલું છે બક્ષીસ રૂપે...

પ્રભુની જ ઓળખ પ્રભુ થકી પ્રભુને જ મળે છે.
કંઈક એના જ વિષે સમજાય છે અને સાથે એ પણ સમજાય છે કે એ એની જ આપેલી છે, એનાં જ વિષે...

કશુંક એ સંદર્ભમાં ઘટે છે અને બધું જ સ્પષ્ટ થઈ જાય છે.

બે છેડાઓ અને એની વચ્ચેનું સર્વકંઈ એક જ છે અને છતાં એ, એ દરેકમાં એકસરખું પણ અનન્ય રીતે છે.

આગવી ઓળખ, લક્ષ્ય અને યોગદાન સાથે...

કશુંય એક જેવું નથી છતાંય બધામાં ધણું બધું સરખું છે. 

કશુંક અથાગ છે જે અવિરત ગોઠવણમાં છે અને છતાંય આપોઆપ જાણે અનાયાસે ચાલે છે...એટલું સહજ...સરળ અને સર્જનાત્મક! 


શ્રેયકર, સર્વાંગ અને સ્વયંભૂ!

પરસ્પર છતાં સમાંતર...

અદ્ભૂત!

સાદર...

- મોરલી પંડ્યા 
ફેબ્રઆરી, ૨૦૧૮

Flower Name: Dendranthema Xgrandiflorum Chrysanthemum Xmorifolium
Florists' chrysanthemum
Significance: Purified Dynamic Life Energy
Superb, indomitable, all-powerful in its purity.

No comments:

Post a Comment