Tuesday, 30 June 2015

હું આભારી!


મા...
હું આભારી!
તેં મને અપનાવી!
આવતી પેઢીઓને
પ્રકાશમાં ઊગારવા
તેં મને ઊજાળી!

હું આભારી!
આ મશાલ પકડાવી!
વધારવા સૂર્ય સવારી
પોકારો લઈ ચાલવા,
તેં યોગ્યતા આપી!

હું આભારી!
મન દ્વાર ખોલી,
ભેદી, બહોળાં સજાવી
તારણ જીવંત બતાવવા
તેં ઊદાહરણ બનાવી!

હું આભારી!
તવ ચેતનાધોધથી
આ બાળ અજાણનાં
કોષકોષને પીવડાવી
તેં તરબતર પલાળી!

હું આભારી!
મા તારું શરણું પામી
સર્વાંગ વિકાસ સાધી
મૂળિયાં-રોપાં ઊગાડી
તેં 'મોરલી' જન્માવી!

હું આભારી...મા...
હું આભારી...

- મોરલી પંડ્યા
 જુલાઈ ૧, ૨૦૧૫

Monday, 29 June 2015

આનંદ સરવાણી...


અંદરથી ઊઠતી આનંદ સરવાણી!
અસ્તિત્વમાં ઠેઠ જાણે ઊર્જા ભરતી,
કણુ કણુ જાણે ઊછળે, થઈ સ્પંદિત!  
ચારેકોરે બસ જીવંત સર્વ, સુનિશ્ચિત!

દ્રષ્ટિ જાણે એકએક અણુ સ્પર્શતી,
આનંદ મંગલ જાણે નયનરસ પીતી,
જાણે અમી વરસતી સ્નેહ પીરસતી,
ચારેકોર બસ જીવંત સર્વ સૃષ્ટિ!

કર્ણે એકએક અક્ષરપાન શોષતી,
હળવે  હળવે સુધીર ટપકાવતી, 
જાણે શ્રવણ સંતોષતી મલક મૂકતી,
ચારેકોરે બસ જીવંત સર્વ શ્રુતિ!

જીહ્વા ભરભર નરી સ્તુતિ પોકારતી,
વાકસંપ્પત્તિ જાણે ભરપૂર અજમાતી,
એક એક સ્વર જાણે પ્રભુ દેન સ્પર્શથી
ચારેકોર બસ જીવંત 'મોરલી' આનંદી!

- મોરલી પંડ્યા
જુન ૨૯, ૨૦૧૫


Sunday, 28 June 2015

ભક્તિએ હવે...




ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
યુગો જૂની રુઢિગત સચવાયેલી, 
વેદના વિરહ એકલતા રુક્ષતાની 
કાળમીંઢ માન્યતાથી હાશ! છૂટી છે.
..ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
રુંધાતી ચુમાતી દર્દ વીંટળાયેલી,
જીવન ભાર શાપ રૂપ દેખાડતી,
મનસાતીત પાર જઈને બેઠી છે...ભક્તિએ હવે...

ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
નબળું ઊતરતું ભાગેડું ગણાતી,
ગૌણકક્ષામાં ભક્તને મૂકાવતી,
મર્યાદા વટાવી આગળ વધી છે...ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
વૃધ્ધાવસ્થામાં સ્થાન પામેલી, 
અવગણાયેલી, તરછોડાયેલી,
ઊંડાણ પામી ઊર્ધ્વે જઈ ચડી છે...ભક્તિએ હવે...


ભક્તિએ હવે વ્યાખ્યા બદલી છે.
સમર્પણમાં એ આખું ઓગાળતી,
ઊર્ધ્વ લીલું 'મોરલી' શ્વાસમાં ભરતી,
અસ્તિત્વ ને ભવો ઊજાળતી છે
...ભક્તિએ હવે...

- મોરલી પંડ્યા
જુન ૨૯, ૨૦૧૫



Saturday, 27 June 2015

અંદર કશુંક મૂકયું તેં...

પ્રભુ,

અંદર કશુંક મૂકયું તેં, મક્કમ કંઈક બેઠું એ!
મજબૂત ધરખમ ને ધરપત દેતું જબરું એ!
અરસપરસ હશે છોને, અસ્થિર બધું ભલે એ!
હાલતું ડોલતું તોયે, કશુંક જાણે પકડેલું તેં!
ન ડગવા કે હલવા દે, પલટ કે બદલાવે એ!
બસ! ધીર સ્થિરવલણ ને સમ્યભાવ-દ્રષ્ટિ એ!
નિર્ધાર એ અટલ છે, આગળ બસ! વધવું ને
સરળ સીધું ઘટતું જે સાંગોપાંગ સાથસાથે એ!
તવ સ્થાન નિશ્ચિત એ, ઊરે ઊમટે આભાર, લે
સફળ પળપળ બની ને ઝૂકે 'મોરલી' સંધાનને...
- મોરલી પંડ્યા
જુન ૨૭, ૨૦૧૫


Friday, 26 June 2015

You have things...


Lord...

You have things already planned.
One by one takes tangible tasks.


Each day systematically prescribed!
One must be an observer, let realize.

Human intellect; with limited scribe,
Can write only what is in front of an eye!


Imagine what the brain can describe,
Play within that boundary all time!


Narrow are the scales, depth, and design!
Ultimately one cannot reach that height!


Slave of senses, influences surround!
Man ought to act on defined ground.


Once connect with Lord up there!
In peace and faith, 'Morli' sleep sound.


- Morli Pandya
June 26, 2015

  

Thursday, 25 June 2015

તમાશો ન બનાવવો...


તમાશો ન બનાવવો સંબંધનો!
પક્વતામાં અંતર ભીનું રાખી,
ભલે સમાંતરે, ધીમો વધવા દેવો.

તમાશો ન બનાવવો ભાવનાનો!
દાનમાં લઈ ઊણી સૂકી ન રાખી,
લાગણીને સ્વભાવમાં ઊગવા દેજો.

તમાશો ન બનાવવો મમતાનો!
અધૂરપો ન લાદી માગતા રાખી,
ઊછરતો વેલો, ખૂલી ખીલવા દેવો.

તમાશો ન બનાવવો દામ્પત્યનો!
સામાજિક માળખે અપેક્ષિત ન રાખી,
અન્યોન્ય પ્રગતિમાં ગૂંથાવા દેજો.

તમાશો ન બનાવવો સ્વરૂપનો!
નબળું ઢીલું અવલંબનો ન રાખી,
શીખી શોધી સાચો જગાવી દેવો.

તમાશો ન બનાવવો જીવનનો!
અમસ્તુ બસ રગડી ઢસડે ન રાખી,
'
મોરલીયોગ્ય હાર્દ જીવાડી દેજો.

- મોરલી પંડ્યા
જુન ૨૫, ૨૦૧૫





Wednesday, 24 June 2015

બહારનું ન અંદર...


બહારનું ન અંદર સ્પર્શે કદી!
ભીતર દર્પણ પ્રતિબિંબે નહીં!

નહીં વિશેષ છાપ ઈન્દ્રિયોની 
ગુણા-ભાગ્યા કે નહીં બાદબાકી!

ન વાર્તાલાપ એકેય ફરિયાદી!
નીરવતા ને સ્મરણ એકલક્ષી!

અંતર શાંત સમથળ દરકારી!
બાહ્ર ભર્યું ભર્યું સંપન્ન સંવાદી!

બધુ એક જ સ્વરૂપમાં બે ધારી!
સ્થૂળ સુક્ષ્મ બંન્ને કલ્યાણકારી!

ભૂમિકાઓ નિભાવે શક્તિભક્તિ, 
'
મોરલી' અંતઃ મા બેઠી નિર્માત્રી!

- મોરલી પંડ્યા
જુન ૨૪, ૨૦૧૫


Tuesday, 23 June 2015

In peace quieting...


In peace quieting
In serene silence
Mother, your world
Opens up, prompt!


In calm un-utterance
In concentrated focus
Mother, your world
Comes forward, gross!


In inner experience
In sheer consecration
Mother, your world
Has a lot to speak up!


In mere surrender
In attune status
Mother, your world
Descent inward!


In presence obvious
In guidance constant
Mother, your world
Reveals 'Morli' force!


- Morli Pandya
June 23, 2015



Monday, 22 June 2015

પ્રવાહી બની પાર નીકળવું!


આતે આમતેમ આટલુંતેટલું, ક્યાં એમાં અટવાવું, પકડવું?
અડચણ કે વિઘ્ન વિનાનું, પ્રવાહી બની પાર નીકળવું!

એક ગુણ પાણીનો જાણુંસ્વાદ-રંગ ન છાપ છોડતું,
કે અન્ય સરખાતું લાગતુંછતાં સરળતાથી વહી જતું!

મિશ્રીત જો કરવામાં આવતુંભળતું નહીં તો અળગું રહેતું,
સ્વભાવ મૂકી પરરૂપ બનતુંઅન્યનું સર્વ અપનાવી લેતું!

ઓગળવું જો અયોગ્ય લાગતુંભળવાનું ન બનતું ગોઠવાતું,
પ્રવાહિતા ને લચીલાપણાનુંઉદાહરણ બની વહી નીકળતું!

પૂર્ણ પ્રભાવ છોડવામાં માનવુંએકરૂપ નહીંતો અનન્ય રહેવું.
બંન્ને રીતમાં સ્વયં નમતીલુંઝૂકવું અથવા તો વહી લેવું!

જાણો જાતમાં લયબધ્ધ જેટલું, વિરોધ વળગણ અપેક્ષા છેટું,
ઓછું, અળગું! 'મોરલી' એટલું જીવન સત્વ વધું શુધ્ધ ચોખ્ખું!

- મોરલી પંડ્યા
જુન ૨૩, ૨૦૧૫


Sunday, 21 June 2015

Genuine things...


Genuine things, feelings, intend,
Are never only to get appreciated!
Nor will they ever get depreciated!


They are there from truth force,
To get in into material existence,
To sustain along with universe!


The moment they touch human, 
Penetrate in existing conscience,
Help evolve consciousness further!


Being Genuine has own special level!
Not all can operate or be the dweller!
Needs inner holding of that stature!


Many distractions, shortcuts, labels!
Few never forget this one available
Live it by, be 'Morli' that genuine one!

-         Morli Pandya
June 21, 2015

Saturday, 20 June 2015

હે મુરારિ!


હે મુરારિ! તમે મમ હ્રદયે ક્યાંથી?
ઊદ્ધાર્યો ભવ, તવ ચરણે સમાવી.

તવ હ્રદયે આમ સરસી ચાંપી,
ઓગાળી તેં અણીશુદ્ધ બનાવી.

બાવરીને આપી સંસાર ચાવી,
તમ ભાવમાં તન-મન સજાવી.

વહેતાં અશ્રુ સંગે ઊર ઊમટાવી,
ભાવવિભોર તમ સ્નેહ પિપાસી!

ખોલી હળવેથી તેં હ્રદયબારી,
દ્રષ્ટિ ઊજાળી થકી ભ્રહ્માંડઝાંખી!

તવ નિશ્રામાં નિરંતર કર્મિણી!
કર્તવ્ય આ જીવનભેટ પ્રભુરંગી!

સાચવી પ્રેમથી તેં 'મોરલી' તારી,
ભવોભવ માણે તવ હ્રદયે બિરાજી.

- મોરલી પંડ્યા
જુન ૨૦, ૨૦૧૫


Friday, 19 June 2015

આમ જ જીવાતાં...


મા...

આમ જ જીવાતાં તું જીવતાં શીખવાડી દે,
જરાક વિપરીત વક્ર! પળમાં સમજાવી દે.

વગર ખભો લીધે આ અડીખમ ટકાવી દે,
ચિંતા ચિંતન વિના તું પળમાં ડૂબાવી દે.

વાગોળાંતાં જૂનાં મનચિત્રો તું ભૂસાવી દે,
શુષ્ક ખૂંપીલાં મનોરણ પળમાં પલટાવી દે.

વગર પાણીનો દરિયો ભીતર છલકાવી દે,
ઘા ઘસારો હ્રદયનો તું પળમાં રુઝાવી દે.

દેહકણ દર્દ અસુખ તું જોમમાં બદલાવી દે,
કોષેકોષે બળવત્તર ઊર્જા પળમાં મૂકી દે.

સ્વરૂપ નવેસરથી જીવતાંજીવત જન્માવી દે,
જીવન આત્મસ્થ કરી પળમાં અજવાળી દે.

ભર્યું ભર્યું આ આયખું સાભાર સ્વીકારી લે
'
મોરલી' નમે તવ કૃપાને ને આવ! સમાવી લે.

- મોરલી પંડ્યા 
જુન ૧૯, ૨૦૧૫