Saturday, 1 August 2015

પ્રકાશ પુંજ ખુલ્યો...

પ્રકાશ પુંજ ખુલ્યો આ તો

નીર બની રણ ફૂંકતો ચાલ્યો!

રાતો હંફાવતો મિટાવતો

છમછમ અગ્નિ બૂઝતો ચાલ્યો!

મનસ્તર અધૂરપ કાપતો

ભેદભરમભાન ભૂંસતો ચાલ્યો!

ટપક ટપક! ટપકાં સીંચતો 

હળવે હળવે પોષતો ચાલ્યો!

કહેણ હવાનાં પાછાં મૂકતો

સ્ફૂરિત મર્મો મમળાતો ચાલ્યો!

બુદ્ધિ કિનારને પાર ફાંગતો

અર્થ બહોળાં પચાવતો ચાલ્યો!

અસ્ત શ્વાસો ઓગાળતો

સમય રેતને ઊડાવતો ચાલ્યો!

અંકુશ સદંતર વિખરતો

પરોઢ વાદળી પકડતો ચાલ્યો!

તેજધોધ પધાર્યો 'મોરલી'

જ્યોત અસ્ખલિત પ્રગટાવતો ચાલ્યો!

- મોરલી પંડ્યા
ઓગસ્ટ , ૨૦૧૫

No comments:

Post a Comment