મા,
એક અટારી તારી, ઝૂકે એ ધરતી ભણી
ભીતર સરકાવે સૂચી, ભેદ ગગન ઝાંખી.
આભ હસ્તક દેતી, અંતરે વ્યોમ ભરતી,
છૂકાવી ઊર્ધ્વ, દસે દિશા અજવાળતી.
અદભૂત એ નિસરણી હળવે હળવે ચડતી
હ્રદય-મન દ્રાર ખુલે ને દીસે હાથવગી.
તવ હાજરી ઊની સંગ જાગે મમતા કેરી.
સહજતી, પથ ભીની, ઝગમગતી જ્યોતિ!
ઊદયગીત ગાતી અંતર સૂરમય જોડતી,
ભગવતી ભૂમિ તારી, 'મોરલી' ધન્ય, સ્પર્શ પામી!
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૩, ૨૦૧૫
No comments:
Post a Comment