Friday, 7 August 2015

હે મા ભગવતી!


હે મા ભગવતી! તારી કૃપા અપરંપાર!
વધે દિનરાત ચોગુણી સર્વત્ર એકસમાન.

તવ ખોળો તલસે જીવ, બનવા આધાર!
પામે મમતા, બને જ્યાં તવ શિશુબાળ.

તવ રક્ષા ટેકે ઘૂમે અગમ, થકી સંધાન!
પામે પરિઘ રખવાળી ને કરુણાપ્રદાન.

તવ દ્રષ્ટિ ભાનુભરી, ઊજાસ ને વિસ્તાર!
પામે સાધક તવ અખંડ જ્યોતતેજ ભાગ.

તવ હસ્તે શક્તિકર્મ પ્રસરે જગ-આકાશ!
પામે ધારક તવ ચૈતન્ય ને મૂળસૂત્રજ્ઞાન.  

તવ ભાવ સખી સરસો, પ્રેમ પૂર્ણ અપાર!
પામે 'મોરલી' તવ માર્ગ ને સૂર્યપ્રકાશ સંગાથ.

- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૭, ૨૦૧૫

No comments:

Post a Comment