મન કરતાં સમજ મોટી,
જુદી જ અસર ને જાગૃતિ.
એક પ્રદેશ સૃષ્ટિ,
બીજી જરુરી ફળદ્રુપત્તિ.
એક વિચાર વૃત્તિ
બીજી જણેલી જડીબુટ્ટિ,.
એક ભમતી સ્થિતી,
બીજી ગ્રાહ્ય જ્ઞાનશક્તિ.
એક વ્યસ્ત પ્રવૃતિ,
બીજી ખીલવતી બુદ્ધિ.
એક અટવાવતી ગતિ,
બીજી કેળવતી ઈન્દ્રિયકૃતિ.
એક પરિઘમાં દોડાદોડી,
બીજી ઊર્ધ્વસ્થૂળ જોડતી.
બંન્ને યોગ્ય ને ઊપયોગી,
જો સમજાઈ જે તે મૂલવણી.
અંતે તો સમજ જ સર્વોપરી!
'મોરલી' એજ તો દેહ મહીં!
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૦ , ૨૦૧૫
Morli Ama samaj padi.
ReplyDeleteThanks and love
ReplyDelete