Friday, 14 August 2015

આ જીવન પ્રતિ...


આ જીવન પ્રતિ ક્ષણ યોગ!
પ્રત્યેક સમર્પિત ક્ષણ, મોક્ષ!

ઊગતી દરેક સ્ફુરણા, શ્લોક!
શાંત દર ક્ષણ, પરમ ભોગ!

ડૂબાડૂબ નીરવ પળ, સુયોગ!
ઊરે ઊણી કરુણા, કૃપા જોગ!

અવતરણમય પળ, સતશોધ!
ચૈતન્ય અમલ દર, પૂર્ણ વ્યોમ!

સ્વરૂપે ચેતના,  દિવ્ય જ્યોત!
સંવાદિતા જીવી ક્ષણ, પ્રભુજોડ!

દીધાં વચન, કાજે જીવન તોડ!
જીવો, થકી ઊર્ધ્વચેતના સંજોગ!

હે શ્રી, જગ નમે આજ તવ નોંધ !
અદભૂત દીધો સૃષ્ટિ, દ્રષ્ટિકોણ !

જોટો ક્યાં આ જિંદગીનો, અજોડ!
ભગવતી-શ્રી સાથ 'મોરલી' અમોલ!

- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૪, ૨૦૧૫

No comments:

Post a Comment