ઓ ધરતી...
દિવ્યચેતના જરા, શોષી લે!
ગર્ભમાં તેજબિંબ પોષી લે!
જા, તું પણ સૂર્યને જાણી લે!
તિમિર વાદળી વરસી આવે
તો ગર્ભકિરણથી અંજાવી લે!
જા, તું પણ સૂર્યને જાણી લે!
જ્વાળા ફાટી, લાવા નીકળે
તો મર્મ ધરામાં સમાવી લે!
જા, તું પણ સૂર્યને જાણી લે!
ગુહ્યસ્તરોની રેશમ છાંયડી!
રહે, મીંટ માંડી કેવી બેઠી! લે!
જા, તું પણ સૂર્યને જાણી લે!
પાંગરતું બીજ ચૈતન્યપ્રભુ!
સમસ્તને ઊછેરવા ધરી લે!
જા, તું પણ સૂર્યને જાણી લે!
સ્વીકારો 'મોરલી' નમન...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૮, ૨૦૧૫
|
No comments:
Post a Comment