Thursday, 27 August 2015

સમતા અને સમત્વ...


સમતા અને સમત્વમાં ફરક કેટલો?
ખાસ નહીં, જરા જ! તોય અગત્યનો.

સમતા એટલે સ્થિર અવિચલિત તો
સમત્વ જોડે એમાં સમાન સંતુલિત!

સમતા મૂકે અવસ્પર્શ્ય ભાવહીન તો
સમત્વ જોડે ભીનાશ આનંદસ્થિત!

સમતા દે એકલતા સૂકીઅટૂલી તો
સમત્વ બનાવે સક્રિય સર્જકશીલ!

સમતા માં નિર્દય વલણ કોરીદ્રષ્ટિ
સમત્વ ભરે હ્રદય, કરુણા પરકર્મી!

સમતા ફક્ત પ્રભાવી મનઃસ્થિતી તો
સમત્વ એ અંકુશમન સ્વસ્થ સ્વરૂપી!

સમતા નથી અટકવાની અંતિમ ગતિ!
સમત્વ સુધી પહોંચવું 'મોરલી' એ ખરી પ્રગતિમતિ!

- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૭, ૨૦૧૫

No comments:

Post a Comment