Sunday, 30 August 2015

પસંદગી...


પસંદગી, હંમેશાં માનસિક મૂળ!

સારી નરસી, ગમે તે સ્વરૂપ!

એક કે બીજી, માં સંભવિત ભૂલ!

ગણતરી ગમે તે 'માં શક્ય ચૂક!

ગમતી-અણગમતી, યોગ્ય, જરૂર

મનોમય માંગણીઓ બેઠી સુષુપ્ત!

મન જ મનને સમજાવે, આ આ ચૂંટ!

ફાયદો નુકસાન ગણી, થવા સંતુષ્ટ!

જરૂરી સહજ સરળ સ્વયંભૂ સ્ફુટ!

હ્રદયપ્રેરિત સત્યપક્ષ આત્માતૃપ્ત!

મનમાં અટવાવું, આ કે તે કે કયું શું?

કરતાં,જ્યારે જે થવાનું થશે અદભૂત!

એવો ઈરાદો ચોખ્ખો સમર્પણ પૂર્ણ!

મનગમતી ક્રિયા પણ અણિશુધ્ધ!

'મોરલી' આભારી પ્રભુ!
- મોરલી પંડ્યા

ઓગસ્ટ, ૨૦૧૫

No comments:

Post a Comment