નથી દમન નથી શમન કે ન સંઘર્ષ,
આ તો થવું અનન્ય ભાવથી અર્પણ!
નથી ત્યાગભાવ કે લગતું સમીકરણ,
આ થવું પરિણામ અનપેક્ષિત અર્પણ!
નથી મારવું, મચડવું કે રુંધવું સ્વકરણ,
આ તો થવું સાહજિક, અચાનક અર્પણ!
નથી ભાગતું રહેવું, ભાંગવું રુણાનુબંધ,
આ સ્વયંભુ ઊગતું યથાયોગ્ય અર્પણ!
નથી ગોઠવણ, કલ્પન કે વિચાર દર્શન,
આ થવું હ્રદય સામ્રાજ્ય સ્ફુર્યું અર્પણ!
નથી શક્તિવિહીન કે દે ક્ષીણ અનુભવ,
આ તો કૃપા બક્ષતું , કરુણા ભર્યું અર્પણ!
નથી રહેતું પછી એ અધુરું જીવનદર્પણ,
સમસ્ત અર્પતું 'મોરલી' સમર્પિત અર્પણ!
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૫, ૨૦૧૫
No comments:
Post a Comment