વિચારને દબાવવાથી એ ન શમે,
મસ્તિષ્કમાં કામનુંય કશું ન ઊપજે.
વિચારને અવગણીને વ્યસ્ત રહે,
એ જલ્દી મનોદશાનો સ્વામી બને.
જરૂર ખરી, જેતે જરૂરીને હામી ભરે,
બધા જ આવતા, પોતાના ન ગણે.
એ પ્રદેશની બહાર સ્થિત બિરાજે,
સર્વેને અમલી માની, ન આવકારે.
જરીયે એને પ્રોત્સાહન ન આપે,
આંતરબાહ્ય સ્વીકૃતી, ન દર્શાવે,
પણ એને મથામણથી ન રોકે ને
સાથે મક્કમ વલણે અસ્વરૂપ જુએ.
દમનથી મસ્તિષ્ક ફક્ત શૂન્ય ભમે.
અગત્યનું કે એ પક્વ, ફળદ્રુપ બને,
સાથે વિકારો પર પણ વિજય મળે
જબરજસ્તીથી કંઈ ન ખીલે, સાંપડે.
અંતઃહ્રદયથી જણ જીવતાં શીખે,
અવરજવર એટલી ભાવમાં શમે.
અબઘડીમાં જેટલો જાતને કેળવે
ચિત્ત ખરું નિરવ શાંત ત્યારે બને.
'મોરલી' નમન પ્રભુ!
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment