પ્રાણતત્વોને પોકારતાં
દસ વાર વિચાર કરવો,
ઈચ્છા, વાસના, કામના-
વિશ્વ પક્વ નથી જાણજો!
દરેક સાથે અણગમતો
તત્વસમૂહ આવે તાકડો!
એકને પચાવતાં પહેલાં
અનેકોને નાથવાં જાણજો!
ધારણશક્તિ સદવૃત્તિનો
સમન્વય હોવો સાચ્ચો!
આવકારી, સંતુલન તોડવાં
નબળો એ, જરા જાણજો!
સમર્પણમાં ફળદ્રુપ થવા,
હજી ધીરે ધીરે ઝીલજો
ઘણા સ્વ; ભાવો, કાર્યો
ઓગળતાં રહેશે, જાણજો!
ઊત્તમ 'મોરલી', ખીલવવો
ભગવતી ભેટ રૂપ માહ્યલો,
કૃપા તરબતર સોળેકળાએ
ને શક્તિતત્વો શુદ્ધ જાણજો!
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૩, ૨૦૧૫
|
No comments:
Post a Comment