બધું જ સમર્પિત થાય
એ સમર્પણ સ્વીકારાય
પછી દેહ ને મતિ જીવાય
એ પ્રભુ પ્રસાદ કહેવાય.
એ પ્રભુમરજીથી જ થાય
એનાં કાર્યો એથી વધારવાં
એણે વ્યવસ્થા કરી જણાય
એ પ્રભુ યોજન જ સમજાય.
એમ જ ક્યારે કોઈ ભાગ
સ્વરૂપનો નાનો અંશ સમાન
છોને અન્યને અળગો દેખાય
એ પણ પ્રભુકૃપા જ પરખાય.
એક વાર સોંપ્યું સ્વીકારાય
પછી પ્રભુ હાજરી જીવંત થાય
એવું હોવાંનાં દર્શન વહેંચાય
એ તોય પ્રભુશેષ જ ઓળખાય.
પ્રભુનિશ્રામાં મૂકતાં મૂકતાં
સતત ભીતર સંધાન - સાથ
છતાં અન્યને સંદેહ સમજાય
'મોરલી' એ પ્રભુનો એને સંકેત જાય.
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૦, ૨૦૧૫
No comments:
Post a Comment