ચાલને આપણે બંન્ને પ્રભુ બાળ બનીએ.
ચાલને સાથેસાથે પ્રભુનાં ખોળે બેસીએ
...ચાલને આપણે બંન્ને...
તું તારાં ભાગને ને હું રહું આ મારાં છેડે!
ચાલને સંગાથે પ્રભુ જોડે હસી-રમીએ!
...ચાલને આપણે બંન્ને...
કંઈક તો છે જ આમ આવું આવેલું ભાગે,
ચાલને આપણો આધ્યાત્મ પથ જોડીએ!
...ચાલને આપણે બંન્ને...
સંચિત લાવેલું બંન્નેનું બેદભરમ લાગે જે
ચાલને સાથે મળીને સમર્પણમાં મૂકીએ
...ચાલને આપણે બંન્ને...
મારો ને તારો એવો જુદો શાને માનીએ
ચાલને એક પ્રભુમાં એકબીજાને જોઈએ
...ચાલને આપણે બંન્ને...
એક જીંદગી ચાલે છે જોડતી અત્યારે
ચાલને આ સમયમાં પ્રભુમય થઈએ.
...ચાલને આપણે બંન્ને...
તાજી હવામાં શ્વેત પ્રકાશકણ પાથરીએ
ચાલને આપણે સૂર્યચંન્દ્ર અડી લઈએ.
...ચાલને આપણે બંન્ને...
- મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૫, ૨૦૧૫
No comments:
Post a Comment