Thursday, 20 August 2015

આવ, ઘડી...


આવ, ઘડી! તને માણું!
અત્રમાં સર્વત્ર પિછાણું!
ઊપર-નીચે, આઘું-પાછું
અહીં-તહીં, કેમ ક્યાં-કેટલું!

શાને ભાગું નિરર્થક એવું!
અંતે જાતથી જ જાતે પાછું!
ઘરપત ધરી, ઘડીમાં તું
શ્વાસ ભરી ઊછ્વાસ મુક તું!

નોંતર આમ, ઓ શિશુ તું,
સમય પળ, પકડી ચાલ તું!
ઝાઝું, અમથું ભાવિ-ભેદનું
જાણી શું બદલી શકીશ તું?

હા, એક ફાયદો દેતું એવું
જાણી જો, બદલે જાત તું!
અભિગમ, વલણ, ભાવને તું
યોગ્ય યોગમાં લાવી મૂકીશ શું?

તત્ર સર્વત્ર, અત્રમાં ઘટતું.
અત્ર સમજ્યું! એ લઈ ચાલ તું.
જ્ઞાનભાનધાન સમજાવતું, 
સર્વત્ર સમજવા 'મોરલી' આટલું પૂરતું!

- મોરલી પંડ્યા
ઓગસ્ટ, ૨૦૧૫

No comments:

Post a Comment