એક સમય એવો આવશે!
ચેતનામાં ધર્મ ઓગળશે,
ચેતનામાં ધર્મ ઓગળશે,
વિવિધ વિપરીત વિભિન્ન-
સર્વે દિવ્યચેતનામાં ભળશે.
સર્વેસર્વ સર્વોપરી છે જે,
ભાત ભાગમાં અલગ વસે!
ભાત ભાગમાં અલગ વસે!
ખુલતાં ઊગતાં ઊત્ક્રાંતે,
દિવ્યચેતનામાં ભળશે.
પંથ જાત નાત ઈષ્ટ ભલે!
જુદા અનુઠા રીતરૂપે ભાસે!
જુદા અનુઠા રીતરૂપે ભાસે!
હ્રદયે જીવતાં મનુષ્યો બધે
સાથે દિવ્યચેતનામાં જીવશે.
ધર્મ રીવાજકાંડ કરતાં સાથે
જીવન આચરણ - રૂપ લેશે.
જીવન આચરણ - રૂપ લેશે.
અંદર જીવંત માંહ્યલો બોલશે,
એ પળે દિવ્યચેતના ખુલશે.
ને સમય 'મોરલી' આવશે.
એ સર્વસ્વમાં જીવશે, જાગશે
એ સર્વસ્વમાં જીવશે, જાગશે
નવસ્વરૂપે રૂપો રંગો ભરશે,
દિવ્યચેતના જ સર્વત્ર હશે.
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment