Monday, 21 December 2015

પ્રભુ, આ તો મારી ને તારી...


પ્રભુ,

આ તો મારી ને તારી
અરસપરસની મૂંગી મૂંગી વાત!
અહીં હું ને ત્યાં તું
એમ પરસ્પર અન્યોન્ય ધ્યાન!

આ તો મારી ને તારી
પનભતી અનન્ય જરુરિયાત!
અહીં હું ને ત્યાં તું
એકમેકનું પૂરાતું અનુસંધાન!

આ તો મારી ને તારી
ભવોતીત જોડી ને સાથી-સાથ!
અહીં હું ને ત્યાં તું
વાતાવરણ સદા સાંગોપાંગ!

આ તો મારી ને તારી
ભૂમિકા ભરી અતૂટ સાંઠગાંઠ!
અહીં હું ને ત્યાં તું
બને પૃથ્વી અદ્ભૂત સ્થાન!

આ તો તારી ને બધી
પ્રભુ, તારી જ અકળ કમાલ!
અહીં, ત્યાં, સર્વે બસ! તું
તું જ સમગ્ર, સમસ્ત, સૂત્રધાર!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫


No comments:

Post a Comment