Sunday, 27 December 2015

કણકણમાં દિપે...


કણકણમાં દિપે સૌંદર્ય દિવ્ય !
અનન્ય એવાં સેંકડો અજીબ!

ઘાટ ઘડામણ કંઈ, અદ્ભૂત રૂપ!
કંઈ નામ-પ્રકાર, રંગ અનુકૂળ!

એક એક વસ્તુ, વ્યક્તિ અજોડ!
એકોએક, એવી અનેક અમૂલ્ય !

જોડી એકમેક સંગે,પૂરક સંપૂર્ણ!
જોડાજોડ જરૂરી ઊપયોગ તુલ્ય!

ઘડી એવી, લાગે બધી અગત્ય!
વધે સર્જન એમ વધે નાવીન્ય!

વિધ વિધ વિષયલક્ષી ચાતુર્ય!
દરેક, સાથે ઊદ્દેશ, યોગ્ય મૂલ્ય!

ધન્ય પ્રભુ ધન્ય! આવી સક્રિય!
સૃષ્ટિ ઘડી, દીધો એનો અનુભવ!

'મોરલી' આભારી પ્રભુ...

- મોરલી પંડ્યા

1 comment: