Wednesday, 9 December 2015

ફગાવો એ ફણગાઓ...


ફગાવો એ ફણગાઓ જે અસ્તિત્વનાં નથી.
શાને ઘર કરે એ, જે અતિથિ યોગ્ય પણ નથી.
દૂર દૂરથી ફેંકાતા ભલેને! જરા ઊપયુક્ત નથી.
હશે ક્યારેક જાણીતા-જાણતાં, જે હવે કંઈ નથી.

આશ ભરીને છોડ્યાં, પણ આશા દીધી નથી.
હવે અપેક્ષા દરિયો ધરે, એ વિકલ્પ રહ્યો નથી.
જાતજાતનાં વિકટ પલટ! નિકટ કોઈ નથી.
ઊબળખાબળ ઘડ્યું, તોય ફાવટ બેઠી નથી.

ધાર્યાં નિશાન તાંક્યાં, વાગ્યાં ક્યાંય નથી.
ધનુરતીર મૂકો - ઊર ભેદ્યાં વિના છૂટકો નથી.
હ્રદય-હ્રદય સંધાન 'મોરલી',  અજાણ્યું નથી.
ફક્ત સમજથી, વિના વર્તાવ સંધાવાનું નથી.

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment