એક જરા સરખો ઈશારો પ્રભુ
નવીન દિશાનો વર્તારો પ્રભુ
આ સ્વરૂપ તૈયાર પાંખ ખોલી
તારો એક જરાક હોંકારો પ્રભુ...
જરા સરખો અંદેશો છે પ્રભુ
સૂચવે નાવીન્ય ઊર્ધ્વે પ્રભુ
આ સ્વરૂપ તત્પર ખુલ્લું ઊઠી
સંગ તારે સદા આતુર પ્રભુ....
જરા સરખો અંદાજ છે પ્રભુ
ઊત્તમ ઊત્કૃષ્ટ સુંદર હજું ઘણું
'મોરલી' સ્વરૂપ અવતરણ ઝીલી
તારો અદમ્ય આનંદ આરુઢે પ્રભુ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment