Thursday, 3 December 2015

જ્યારે દર્શન પામે અભિલાષી...



જ્યારે દર્શન પામે અભિલાષી,
મારો પ્રભુ દિસે સર્વપ્રતાપી!

જ્યારે સમતા ધરવા મળતી,
મારો પ્રભુ ઝિલતો જાત ધરી!

જ્યારે સહજ હૈયે કરુણા ફૂટતી,
મારો પ્રભુ ભળતો પ્રેમ બની!

જ્યારે અંતર ઊઠતું યોગ્ય બની,
મારો પ્રભુ અવતરતો ઊર્ધ્વેથી!

જ્યારે શાંતિ કણ કણ ભીંજવતી,
મારો પ્રભુ બનતો જાળવણી!

જ્યારે જ્યોત ઊઠતી ભીતર ભરી,
મારો પ્રભુ શ્વસતો જણ મહીં!

જ્યારે તેજ પ્રસરે અન્યો ભણી,
મારો પ્રભુ વહેતો કૃપા બની!

જ્યારે પ્રકાશ બને જણ, જીવની
મારો પ્રભુ બક્ષતો સાધક સિદ્ધી!

જ્યારે પરિવર્તે ઘડી હર ઘડી,
મારો પ્રભુ જ 'મોરલી' ને જીવન હરિ!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment