Monday, 7 December 2015

સ્વરૂપ ક્યાં કોઈ...


સ્વરૂપ ક્યાં કોઈનું શ્વસે છે હવે
આભ ભરીને ભીતર ચમકે છે હવે!
સૂર્ય, ચંન્દ્ર, તારાં સર્વે
શરીરમાં સમાઈને ચમકે છે હવે!

તારલાંની હારમાળા સંગે હવે
ચાંદની ધરીને સૂર્ય ચમકે છે હવે!
અલપઝલપ ટમટમે ભલે
ચેતનાપ્રકાશ બની ચમકે છે હવે!

પદ્મસ્થાને વસેલ અંતરે હવે
'મોરલી' મા-પ્રભુકૃપા ચમકે છે હવે!
સ્વરૂપ આખું તરબોળ હ્રદયે
પ્રભુકરુણા નીતરતું ચમકે છે હવે!

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment