Friday, 11 December 2015

તે ધ્યાન છે...


બ્રહ્મ અર્પણમાં સમાઈ જવું તે ધ્યાન છે.
હ્રદયસ્થાને તેજ જગાવવું તે ધ્યાન છે.

સ-ક્રિયામાં ખૂંપ્યું અસ્તિત્વ! તે ધ્યાન છે.
પ્રવાહી બની ભરવું પાત્ર, તે ધ્યાન છે.

સભાનતામાં ગુજરી પળ! તે ધ્યાન છે.
અન્ય અર્થે ઊપયોગ કરી! તે ધ્યાન છે.

સમગ્ર હ્રદયથી કાર્યાન્વિત! તે ધ્યાન છે.
ઊદ્દેશ્યમાં અસ્તિત્વ ડૂબે! તે ધ્યાન છે.

સકારાત્મકતાની પૂંઠે ચાલો, તે ધ્યાન છે.
નકારાત્મકતાને ઓગાળો, તે ધ્યાન છે.

શુદ્ધપ્રેમમાં અન્ય નવડાવો તે ધ્યાન છે.
બિનશરતી સઘળું સ્વીકારો તે ધ્યાન છે.

કારણ એસર્વેમાં સ્વરૂપ એકાગ્ર એકધાન છે
લક્ષ્ય ધરી ભેદતું સંધાન છે એટલેે ધ્યાન છે.

મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment