તન્મય સ્વરૂપ જ્યારે શબ્દોની પાંખે ઊડે
શીતળ તરબોળ ચંન્દ્ર બની ઝલકે...
સંધાન જ્યારે ઊત્કૃષ્ઠ અવતરણ બને
નિરવ ઊનું તાદાત્મ્ય સમગ્ર પલળે...
અહોભાવ જ્યારે નતમસ્તક નમન વંદે
શૂન્ય છલોછલ અસ્તિત્વ ધન્ય અર્પે...
સસ્મિત પ્રભુ ચૈતન્ય સાગર બની મલકે
આ નગણ્ય અંશ હ્રદયે પ્રભુ પ્રભુ સ્મરે...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment