Tuesday, 15 December 2015

જિંદગીનાં સરવાળે...


જિંદગીનાં સરવાળે 
કોઈ જવાબ નથી હોતો.
જીવાતી પળોનો સમજાતો
 હિસાબ નથી હોતો.

જમા થતો ઢગલો 
આંખે દેખાતો નથી હોતો.
છતાં વર્ગીકરણનો કોઈને 
અંદાજ નથી હોતો.

પાપ પુણ્ય કે ભાગ્યનો 
કોઈ ભાગ નથી હોતો.
કર્મ એવું ફળ! 
એ સિવાયનો સાર નથી હોતો.

એ હાથમાં લઈ ચાલ્યાં 
વગર રસ્તો નથી હોતો.
માણસે જવાબદાર થયાં વિના
છૂટકો નથી હોતો.

બીજાં પર ઢોળવામાં, 
કોઈ પાર નથી હોતો.
અન્યનાં હાથમાં દીધો 
દોરીસંચાર નથી હોતો.

કર્તવ્યમાં કર્મો કરો - 
એ સમજદાવ નથી હોતો.
વાતાવરણને એ ઝીલવામાં 
સંશય નથી હોતો.

વળતું ત્યાંથી આવે વધતું - 
બેમત નથી હોતો.
'મોરલી' ચોખ્ખા ઈરાદામાં 
કદી મેલ નથી હોતો.

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment