પ્રભુ તારાં ઈરાદામાં સંશય નથી મને.
ઘડેલાં ઘટનાક્રમ માટે બેમત નથી મને.
ક્રમવાર છે એની ગેરસમજ નથી મને.
નિર્મીત પરિણામની ફરિયાદ નથી મને.
ફક્ત તું જ છે સર્વ, અસ્વીકાર નથી મને.
કેટલાં કેવાં રૂપે પૂરો અંદાજ નથી મને.
સાંગોપાંગ ગોઠવણ અજાણ્યું નથી મને.
કોણ કેવાં વેષે હશે, ચમકાવતું નથી મને.
તારું સુકાન પછી બીજી પરવા નથી મને.
તારો વધતો દિશામાર્ગ ડગવું નથી મને.
તારું જ નિર્માણ તારો જ આધાર છે મને.
તારાં ઘડેલા સોપાન સર કરવા છે મને.
પ્રભુ તારાં ઈરાદામાં સંશય નથી મને.
ઘડેલાં ઘટનાક્રમ માટે બેમત નથી મને.
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment