Wednesday, 30 December 2015

પ્રભુ સર્વસ્વ તું...


પ્રભુ સર્વસ્વ તું જ છે
ને છતાંય હું છું!
ને તું મારી અંદર છે
ને છતાં હું યે છું.

સાકાર નિરાકાર એ છે
ને છતાંય હું નિરખું છું.
ને ભીતરે વસે છે
ને છતાં ઓળખ હું છું.

કણકણ ઘડે તું જ છે
ને છતાંય હું ઘાટ છું.
ને અંતર તદ્રુપ છે
ને છતાં તન પુરું હું છું.

રંગ તરંગ ચોમેર તું છે
ને છતાંય મન ધરું છું.
ને નિરવ અર્પિત છે
ને છતાં ઊર્ધ્વે અડુ હું છું.

હું નો પણ હુંકાર તું જ છે
ને છતાં થકી હું છું!
ને નર્યું હોવાપણું શ્વસે છે
ને છતાં ખરી! હું યે છું!

કમાલ પ્રભુ...ધન્ય પ્રભુ...

- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫

No comments:

Post a Comment