જિંદગી, ચાલને આપણે રમી લઈએ
ક્યારેક આ હાથ ભિડાયેલો છૂટી જશે
હું ને તું આમ સાથ વગરનાં થઈએ
ને ક્યાંક હવામાં ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...
છીએ સમાયેલાં અરસપરસ જોને
એકમાં બીજાંને એમ શોધતાં રહીએ
પાછાં ક્યાંક અચાનક વિખુટાં પડીએ
ને કોઈ હાથ વગર ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...
જરૂર રહી જે પરસ્પરની બનીને
હું તારાંમાં, તું મારાં થકી, જીવીને
અનન્ય વાતાવરણ ભેળા મૂકીએ
ને ક્ષણભરમાં કદાચ ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...
એકમેકને વિકસવા વધમાં મૂકીએ
આમ જ ખુલ્લાં! જોને કેવાં ઊગીએ!
કુદરતને નવાં ઈશારા દેતાં, દઈને
ને પાછું સરકી, કદાચ ઠેકાણું શોધીએ
કરતાં ચાલને આપણે રમી લઈએ...
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment