પગલે પગલે તારું કૌતુક જાણું!
આ જગમાં કેટકેટલું, શું શું પામું?
ખોબલે ખોબલે મૂક્યું નજરાણું!
હ્રદયભરી કેટકેટલું, શું શું માણું?
ક્ષણેક્ષણે ખૂલે કૌવત અણજાણ્યું!
ભવ તર્યો! કેટકેટલું, શું શું ઊજાણું?
ચેતનાનું પડ પડ 'મોરલી' મહામૂલું!
ઊર્ધ્વગમન! કેટલું, શું શું પિછાણું?
ગૂઢ સત્યો એક એક, મૂળ તારું!
અહોભાવ ઝીલે! કેટલું, શું શું ઊતારું?
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment