વિચાર એટલે મનનું કર્મ
મનોમયકોષ પુરતું જ પ્રભુત્વ!
ગણવું એને ફક્ત મંતવ્ય
ભાવથી અળગું રાખવું મહત્વ!
બુદ્ધિ નિર્ભેળ એ અગત્ય
અલગ હોવી, નહી સર્વસંમત!
ન હોય એ એવાં સશક્ત
તરંગ ક્યાંથી ઘડે જીવતર સર્વ!
સ્વરૂપ આખું જો એકાગ્ર
ધારે કલ્પનાથી, પૂરે બળતણ!
શક્તિ જગાવે, શક્તિ સંગત
વિચાર ન રહે સહેજે અડચણ!
પછી મન પણ માગે સમર્પણ
હાશકારે મૂકે આવતુંજતું વધઘટ
બને; હોંશિલું મોજીલું મક્કમ
મજબૂત માધ્યમ પ્રેરણાસ્ત્રોત!
- મોરલી પંડ્યા
ડિસેમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment