Sunday, 3 January 2016

નિર્મળ ૠજુ ચપળ...


નિર્મળ ૠજુ ચપળ તત્પર સતર્ક!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

દરકાર ભાળ સંભાળ દખલ વગર!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

સગપણ સંબંધ વિના ગેરસમજ!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

સગવડ સહુલિયત ચકાસણી સતત!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

પંડ અન્ય જન્ય સર્વે શીખ સ્ત્રોત!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

મૂંગું મીઠું સ્મિત, સ્નેહ શબ્દ વચન!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

ઊચ્ચ ઊર્ધ્વ દિવ્ય અસર હેઠળ!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

સત્ય સૌંદર્ય આનંદ દિવ્યસ્ફૂટ સહજ!
હોય વ્યક્તિત્વ જ્યારે પ્રેમ સભર...

- મોરલી પંડ્યા


1 comment: