Sunday, 31 January 2016

અવતરણ લાવે...



અવતરણ લાવે પરિવર્તન,
આધારને દે એ ઊર્ધ્વીકરણ!

પલટે સક્ષમ મક્કમ સાધન,
દ્રઢ નિશ્ચિંત મુક્ત દે માધ્યમ!

અવસ્પર્શ્ય રહે અનેકો તરંગ,
પસરે જાણે રંગમંચ પટલ!

રસ ફક્ત નવીન ઊર્ધ્વઝલક,
ઊતારવી દેહસ્થ જોગ જગત!

દિવ્ય સથવારે દિવ્ય સફર,
દિવ્યકૃપા થકી દિવ્યતા સભર!

પ્રભો, પ્રભો સ્મરે રિક્ત અંતર,
ખુલ્લુ પ્રભુ, 'મોરલી' સઘળું અર્પણ!

મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧

No comments:

Post a Comment