મસ્તિષ્ક નહીં ખીલ્યું પુષ્પ છે શ્વસે
ગ્રહણ ને સમર્પણ તત્પર પળેપળે!
ઝીણાં ઝીણાં કેન્દ બિંદુઓ જાણે
એક એક ખુલ્લાં તત્પર કુદે પળેપળે!
ગ્રહણકર્તા, એકએક વ્યક્તિગત જાણે
પ્રવાહ સમેટી, વહાવા તત્પર પળેપળે!
પ્રભુ, તારી ઊર્જા, તવ કાર્ય અર્થે
અસ્તિત્વ સમગ્ર બસ તત્પર પળેપળે!
ગ્રહે સત્ય, શાંતિ, જ્ઞાન કૃપા પગલે
અવતરણ આચરણ તત્પર પળેપળે!
તારી ચેતના પૃથ્વી પર સઘન વસે
જગ પ્રભુશ્વાસ ભરવાં તત્પર પળેપળે!
'મોરલી' પ્રણામ પ્રભુ...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
God bless.
ReplyDelete