ઊત્તરાયણે...
આજ સૂર્યદેવથી પ્રેરણા લઈએ.
દિન લાંબો ને રાત ટૂંકી કરીએ.
આજ સૂર્યદેવથી...
દર આથમણે, ઊગમણું શોધીએ.
નિશદિન વિકસીત શૈલી જીવીએ.
આજ સૂર્યદેવથી...
ઊગમસ્થાને નજર માંડી રહીએ.
ગગન છબીને, દ્રષ્ટિમાં રાખીએ.
આજ સૂર્યદેવથી...
પહોર પરોઢથી, તિમીર ભગાડીએ.
રંગ, લાલ કેસરીથી તાજાં થઈએ.
આજ સૂર્યદેવથી...
પ્રકાશ કિરણથી ધરા ઊજાળીએ.
ચોમેર, સ્વ-તેજથી ઊર્જા ભરીએ.
આજ સૂર્યદેવથી...
પળો મુક્તિ-ભુક્તિમાં તપાવીએ.
અસ્ત-ઊદયને સહજ બનાવીએ.
આજ સૂર્યદેવથી...
અંતરે, સતત સંક્રાત મનાવીએ.
'મોરલી' ભીતરતેજને સવાર દઈએ.
આજ સૂર્યદેવથી...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment