પૃથ્વી ચેતના બોલે છે
ઘટતી દર ઘટનાની
છાપ અહીંયા ઊઠે છે.
પૃથ્વી ચેતના બોલે છે...
કર્મ, મર્મ, હાર્દ તોલે છે.
સંકળાયેલો દર ક્રિયાનો
ઈરાદો , ભાળ મૂકે છે.
પૃથ્વી ચેતના બોલે છે...
પરિણામ, પ્રભાવ મૂલવે છે.
આબેહૂબ, દર કાર્યમાંથી
અપેક્ષિત છબી ઊપસે છે.
પૃથ્વી ચેતના બોલે છે...
અન્ય, જન્ય, વન્ય જૂએ છે.
વ્યવહાર દર જીવ સાથેનો
'મોરલી', આંખે દેખ્યો નોંધે છે.
પૃથ્વી ચેતના બોલે છે...
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment