માધવ, બધી શરતો વામણી,
તારાં વ્હાલમાં, જોને! આ ખોવાતી ચાલી.
માધવ, બધાં રસરાગ ભૂલાવી,
તારી મધુર વાંસળી, જોને! રગરગ નાચી.
માધવ, દ્રષ્ટિ સમૂળી પલટાઈ,
તારાં નયનહેત, જોને! ભાનધ્યાન મૂકાવી.
માધવ, અહીં આમ પધરામણી,
તારાં વાસે, જોને! કણકણમાં સક્ષમ સમાવી.
માધવ, એકમેકનાં સંગાથી,
તારી નિશ્રામાં, જોને! નિશદિન ઊજાણી.
માધવ, અંતરે તેજ પસારી,
તારી કૃપામાં, જોને! 'મોરલી' નવીન ઊજાળી.
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment