આ દિશા વગરની દોડ છે.
પરિણામ વગરની હોડ છે.
આ જંપ વગરની રોજ છે.
લક્ષ્ય વગરની ખોજ છે.
છોછ વગરની ભોગ છે.
આ ક્ષણિક ટકતી મોજ છે.
સંતોષ વગરની રોજ છે.
આ, ન ભરાતી ખોટ છે.
ભાન ભૂલાવતી ચોર છે.
જીવી એટલી લાગે કોર છે.
આ મન દોડાવતી રોજ છે.
ખૂંચતી રહેતી જાણે ઘોંચ છે.
ઊણપ લાગવી જોડાજોડ છે.
જિંદગી જીવવી! તો બેઠોક છે.
કારણ, રેત સરકતી રોજ છે.
'મોરલી' આ જીવગતિની શોધ છે.
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment