Friday, 15 January 2016

પ્રભુ, શાંતિ એટલે...


પ્રભુ, શાંતિ એટલે શું?

શાંતિ એટલે ધરપત ધરી,
મૂકી રખવાળીમાં જીવાદોરી,
સમત્વ સમતા હૈરે ધરી,
વિશ્વાસે ઘટમાળ પરોવવી.

કણ રેષો તરંગ રંગ સઘળી,
ગતિઓની લયબદ્ધ ગોઠવણી,
દરેકની એકએકમાં પૂરવણી,
શાતામય અંતરબાહ્ય અનુભૂતિ.

ન પ્રતિક્રિયા ઊઠવી ન બેચેની!
ન અહીં તહીં કે ક્યાંય પણ કંઈ!
સ્થિર નિષ્પક્ષ સઘન સ્થિતી,
પ્રભુ દીધેલ મજબૂત અભિવ્યક્તિ!

'મોરલી' પ્રણામ પ્રભુ...

- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment