Monday, 25 January 2016

માભોમ તણી આ...


માભોમ તણી આ ધરતીને,
નમું એ ભારત ભૂમિને!

અજેય અમર વીરભૂમિ જે,
નમું એ ભારત ભૂમિને!

સલામ, શહીદ, દર ભડવીરને,
નમું એ ભારત ભૂમિને!

જનમત, જનગણ, જનતંત્ર જે,
નમું એ ભારત ભૂમિને!

વિકસીત દર ક્ષેત્રે, વિષયે,
નમું એ ભારત ભૂમિને!

નર-નારી-યુવા-બાળ અગ્રે,
નમું એ ભારત ભૂમિને!

ચિંધે, દોરે, પ્રેરે આધ્યાત્મ પંથે,
નમું એ ભારત ભૂમિને!

લોકશક્તિ શ્વસે સ્વતંત્ર રગરગેે,
નમું એ ભારત ભૂમિને!

આજ સમસ્તદેશ સ્વાતંત્ર્ય ઊજવે,
નમે 'મોરલી' ભારત ભૂમિને!

- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment