Tuesday, 19 January 2016

કાદવમાંથી કેવાં ઊગે...


કાદવમાંથી ઊગે કેવાં કમળ!
નહીં કે કમળ છે એટલે 
જમીન બને કાદવ!

સૃષ્ટિની કેવી અનન્ય ઊપજ!
આવશ્યકતા કમળની એટલે
મૂલ્યવાન બને કાદવ!

પુષ્પ સ્વભાવ કેવો અજોડ!
ખીલી, ઊગી વિસ્તરે કમળ એટલે
ધરતી ઢાંકણે કાદવ!

કુદરતની દેન કેવી ધન્ય! 'મોરલી'
પ્રભુચરણે અર્પણ કમળ એટલે
ઓળખ મેળવે કાદવ!

મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧

No comments:

Post a Comment